Published On: Tue, Mar 5th, 2013

હૈદરાબાદ ખાતે બીજી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને એક દાવ અને 135 રને હરાવ્યું

Share This
Tags

મેન ઓફ ધ મેચ ચેતેશ્વર પૂજારા અને મુરલી વિજયની ધમાકેદાર બેટિંગ બાદ અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ મચાવેલા તરખાટની મદદથી ભારતે હૈદરાબાદ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને કારમો પરાજય આપ્યો છે. ભારતે બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને એક દાવ અને 135 રને હરાવીને ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે.પૂજારાની બેવડી અને વિજયની સદી તથા બન્ને વચ્ચે નોંધાયેલી ઐતિહાસિક ભાગીદારીની મદદથી ભારતે 503 રનનો જંગી સ્કોર ખડકીને ઓસ્ટ્રેલિયા સામે 166 રનની સરસાઈ મેળવી લીધી હતી. જેના જવાબમાં કાંગારૂ બેટ્સમેનો વધુ એક વખત સ્પિનર બોલિંગ સામે વામણા સાબિત થયા અને મહેમાન ટીમનો બીજો દાવ ફક્ત 131 રનમાં જ સમેટાઈ ગયો હતો.

About the Author

Leave a comment

XHTML: You can use these html tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>