Published On: Tue, Feb 19th, 2013

સૌથી વધુ મેગેઝીન વેચતી અમેરિકન કંપની બંધ થવાના આરે

Share This
Tags

મૂળ અમેરિકાની અને દુનિયામાં સૌથી વધુ મેગેઝીન વેચનાર તરીકે જાણીતી ‘રિડર્સ ડાઇજેસ્ટ’એ ચાર વર્ષમાં બીજી વખત નાદારી નોંધાવા માટે અરજી કરી છે. કંપનીનું કહેવું છે કે દેવામાં ઘટાડો કરવાની જરૂર છે, જેથી કરીને ફરીથી કંપનીને ફરી બેઠી કરી શકાય. ઉલ્લેખનીય છે કે અગાઉ 2009ની સાલમાં પણ કંપનીએ દેવાળિયું ફૂંકયાની જાહેરાત કરી હતી.આરડીએ હોલ્ડિંગ કંપનીનું કહેવું છે કે તેમની કંપની મેગેઝીનનું પ્રકાશન ચાલુ રાખશે. રીડર્સ ડાઇજેસ્ટને ઇન્ટરનેટ સ્પર્ધાની અસર પડી છે. 1995 પછી તેના વાચક વર્ગની સંખ્યામાં બે તૃત્યાંશનો ઘટાડો આવ્યો છે, છતાંય આજે પણ દુનિયામાં સૌથી વધુ વંચાતા મેગેઝીનોમાંથી એક ‘રીડર્સ ડાઇજેસ્ટ’ છે.

About the Author

Leave a comment

XHTML: You can use these html tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>