સોનીનું અપગ્રેડેડ પ્લેસ્ટેશન 4 લોન્ચ
જાપાનની ઇલેક્ટ્રોનિક્સ કંપની સોનીએ ન્યુયોર્કમાં PlayStation 4 લોન્ચ કર્યું છે. તેનાં ફીચર્સ, ગ્રાફિક્સ અને સોશિયલ મીડિયા શેરિંગને જોતાં PlayStation 4 ને નેક્સટ જનરેશન ગેમિંગ કોન્સોલ માનવામાં આવી રહ્યું છે.PlayStation 4એ માઇક્રોસોફ્ટનાં લોન્ચ થનારા Xbox 360 નાં અપગ્રેડેડ વર્ઝન અને Nintendo’s Wii U સાથે મુકાબલો કરવાનો છે. PlayStation 4 તેનાં સાત વર્ષ જૂનાં PlayStation 3નું અપગ્રેડેડ વર્ઝન છે. સોનીએ છેલ્લા સાત વર્ષમાં કુલ 7.5 કરોડ PlayStation 3 વેચ્યા છે.























