યુરિન ટેસ્ટ માટે લેબમાં નહીં જવું પડે, તમારો સ્માર્ટફોન કરશે આ ટેસ્ટ
અમેરિકાનાં લોસ એન્જલસ શહેરમાં ચાલી રહેલા એક ટેક્નોલોજી ફેરમાં એક એવું સ્માર્ટફોન એપ એટલે કે એપ્લિકેશન રજૂ કરાયું છે, જે ફોનમાં લાગેલા કેમેરાની મદદથી મૂત્રની તપાસ કરીને બીમારીઓનું નિદાન કરી શકે છે.એટલે કે જે યુરિન ટેસ્ટ માટે વારંવાર લેબોરેટરીનાં ચક્કર લગાવવા પડે છે, તે કામ હવે મોબાઇલ ફોન દ્વારા થશે.આ એપને યુચેક નામ આપવામાં આવ્યું છે અને તે સ્વાસ્થ્ય સંબંધી 25 સમસ્યાઓ અંગે તપાસ કરવા સક્ષમ છે. ખાસ કરીને આ એપ વિકાસશીલ દેશોમાં બીમારીઓનો પતો લગાવવામાં અને તેમના ઉપચારમાં કારગર સાબિત થઇ શકે છે.આ એપને લોસ એન્જેલસમાં ચાલી રહેલા ટેક્નોલોજી, એજ્યુકેશન, ડિઝાઇન કોનફરન્સમાં ભારતનાં મિશ્કિન ઇંગાવાલેએ રજૂ કર્યું છે.























