મુકેશ અંબાણીની ભાણીના લગ્નમાં બૉલિવુડ જગતની કેટલીય હસ્તીઓ હાજર હતી.
ભારતમાં બે જાણીતા ધનિક પરિવાર આખરે એક સંબંધમાં બંધાઇ ગયા. મુકેશ અંબાણીની ભાણી નયનતારાના લગ્ન બિરલા પરિવારના દિકરા શમિત ભરતિયા સાથે થઇ ગયા. 17મી જાન્યુઆરીના રોજ ચેન્નાઇમાં યોજાયેલા આ લગ્નને લઇને આજે દિલ્હીમાં છોકરાના પક્ષ તરફથી રિસેપ્શન પાર્ટી યોજવામાં આવી છે.કેટલાંય દિવસ સુધી ચેલાલા લગ્નના કાર્યક્રમ સૌથી પહેલાં 5મી જાન્યુઆરીના રોજ ભારતના સૌથી મોંઘા ઘર એન્ટિલિયામાં એંગજમેન્ટ, પછી ચેન્નાઇના આઇટીસી ગ્રાન્ડ છોલા હોટલમાં લગ્ન. દિલચસ્પ છે કે નીના કોઠારીની દિકરી મુકેશ અંબાણીની ભાણી છે. ત્યારે વર શમિત નામી જાણીતા ઉદ્યોગપતિ શ્યામ ભરતિયા અને શોભના ભરતિયાનો દિકરો છે. ધીરૂભાઇના મૃત્યુ બાદ સૌપ્રથમ વખત અંબાણી પરિવારમાં લગ્નનો પહેલો અવસર હતો.આમ, તો બિરલા અને અંબાણીની વચ્ચે યોજાયેલા આ લગ્નથી મીડિયાને પૂરી રીતે દૂર રખાયા હતા. પરંતુ પરંતુ અમે પતોના સોર્સના માધ્યમથી કેટલીક તસવીરો સાથે વાચકોને આ લગ્ન અંગે બતાવી રહ્યા છીએ.


















