Published On: Mon, Mar 4th, 2013

બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હોટલની બહાર બ્લાસ્ટ

Share This
Tags

બાંગ્લાદેશમાં ઉકળતાં ચરૂની પરિસ્થિતિ વચ્ચે ત્યાંની સત્તાવાર મુલાકાતે ગયેલા પ્રણવ મુખર્જીની હોટલની બહાર બ્લાસ્ટ થયો છે. જોકે આ ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનીનાં સમાચાર નથી. પ્રણવ મુખર્જી પોતાનાં સત્તાવાર મુલાકાતમાં ઢાકાની સોનારગાંવ પાન-પેસિફિક હોટેલમાં રોકાયા છે. બ્લાસ્ટ સમયે તેઓ હોટેલમાં હાજર હતાં કે નહીં તે બાબતે સત્તાવાળાઓએ હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી.બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પરિસ્થિતિ તંગ છે. અહીંયા હાલમાં 1971નાં બાંગ્લાદેશ મુક્તિ આંદોલન એટલે કે બાંગ્લાદેશ યુદ્ધ વખતેનાં યુદ્ધકેદીઓની સુનવણી ખાસ વોર કોર્ટમાં ચાલી રહી છે. આ યુદ્ધમાં સેંકડો લોકો મરી ગયા હતાં. યુદ્ધમાં પાકિસ્તાન તરફી લોકોને સજા સંભળાઇ રહી હોવાથી બાંગ્લાદેશની ઇસ્લામિસ્ટ પાર્ટી તેનો વિરોધ કરી રહી છે. એક ટોચનાં નેતાને મોતની સજા અપાયા બાદ અહીંયા સ્થિતિ તંગ બની ગઇ છે. છેલ્લા ત્રણ દિવસથી જારી હિંસામાં 70થી વધુ લોકો માર્યા ગયા છે.

About the Author

Leave a comment

XHTML: You can use these html tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>