Published On: Thu, Feb 21st, 2013

નિયમિત ખાવાથી ઉંમર સાથે યાદશક્તિ ઘટવાની સમસ્યા ઘણી ઓછી થઈ જાય છે.

Share This
Tags

યાદશક્તિને સુરક્ષીત રાખવા માટે કોઇજ દવા હજી શોધાઇ નથી. નિયમિત પૈષ્ટિક આહારના સેવન, કસરત અને આઠ કલાકની ઉંઘથી મગજની કાર્યશક્તિ જરૂરથી વધારી શકાય છે. કેટલાક એવા પણ પૌષ્ટિક તત્વો છે, જેને ખાવાથી મગજ સ્ફૂર્તિથી કામ કરે છે. તેને નિયમિત ખાવાથી ઉંમર સથે યાદશક્તિ ઘટવાની સમસ્યા ઘણી ઓછી થઈ જાય છે.જમવામાં એન્ટી ઑક્સીડેન્ટ અને ફ્લેવોલૉઇડ્સનો ઉપયોગ વધારવો. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે માટે વિટામિન એ, સી અને ઇ યુક્ત ઈંડાં, ગાજર, બ્રોકોલી, માછલી, ભાજી, ફળો જેવા ખોરાકનું સેવન નિયમિત કરવું જોઇએ. તેનાથી મગજની કોશિકાઓને થતું નુકશાન ઘટશે. શરીરમાં ફ્લેવોનૉઇડની માત્રા વધારવા કાળી દ્રાક્ષ, ડુંગળી, સફરજન, ગ્રીન ટી, બ્લેક ટીનું સેવન વધારી શકાય છે. દિવસમાં ત્રણ કપ ગ્રીન ટી, ત્રણ-ચાર જાતનાં ફળ અને ડાર્ક ચોકલેટના બે-ત્રણ પીસ ખાવાથી ઘણો ફાયદો જોવા મળે છે.

About the Author

Leave a comment

XHTML: You can use these html tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>