ટાઈટેનિયમ જડિત ૧૨ લાખનો સ્માર્ટફોન
એક બ્રિટિશ કંપનીએ મંગળવારે અત્યંત વૈભવી હેન્ડમેઈડ મોબાઈલફોન બજારમાં મૂક્યો છે જેની કિંમત ૧૪,૨૦૦ પાઉન્ડ(અંદાજે ૧૧.૯૨ લાખ રૂપિયા)ની છે. વેર્તુઝ ટી નામનો આ મોબાઈલ ફોન ટાઈટેનિયમથી જડવામાં આવ્યો છે. તેની ૬૪ એમબીની ઈન્ટરનલ મેમરી છે અને ૮ એમપીનો રિયર કેમેરા છે.
આ સ્માર્ટફોનમાં એક વિશેષ ‘કોન્ર્સીજ’ નામનું બટન આપવામાં આવેલું છે, જેના મારફતે ધનવાન લોકો તેમના પર્સનલ ઓપરેટરને કોલ કરી શકે છે અને કોઈ વિગત મેળવી શકે છે અથવા તેમને કોઈ રેસ્ટોરન્ટમાં જમવા માટે જવું હશે તો તેમાં ટેબલ પણ બુક કરાવી શકશે. કંપનીનો દાવો છે કે તેનો ૩.૭ ઈંચનો સેફાયર ક્રિસ્ટલ સ્ક્રીન સ્ક્રેચ પ્રુફ છે અને અન્ય સ્માર્ટફોન કરતાં ચાર ગણો વધુ મજબૂત છે.
























