Published On: Sat, Feb 2nd, 2013

જૂતાં પરથી પણ જાણી શકાય છે પર્સનાલિટી

Share This
Tags

એક્સપટોર્નું કહેવું છે કે કોઈ વ્યક્તિનાં જૂતાં તેમની પર્સનાલિટીને ટ્રાન્સફૉર્મ કરી શકે છે. ઉદાહરણ તરીકે સ્ટાઇલિશ હીલ્સવાળા સૅન્ડલ પહેરેલી સ્ત્રીને જોઈને ચોક્કસ માલૂમ પડશે કે તેની ચૉઇસ ખૂબ ક્લાસી હશે.હંમેશાં ફ્લૅટ શૂઝ પહેરતા હો એનો અર્થ છે કે તમે ડાઉન ટુ અર્થ, નમþ અને હંમેશાં કમ્ફર્ટને પ્રાધાન્ય આપનારા છો. સિરિયસ ટાઇપના બ્લૅક કે ડીપ બ્રાઉન શેડના ઓછી હીલવાળા શૂઝનો અર્થ છે તમે બૉસ જેવો નૅચર ધરાવો છો તેમ જ ખૂબ પાવરફુલ અને સ્માર્ટ છો. આ સ્ટડીનો ઇન્ટરેસ્ટિંગ આસ્પેક્ટ એ છે કે જુદા-જુદા શૂઝ પહેરવાથી વ્યક્તિની પર્સનાલિટી પણ બદલાઈ શકે છે. આ સિવાય મૂડ ચેન્જ કરવા માટે પણ શૂઝમાં વેરિએશન કરી શકાય. ઉદાહરણ તરીકે બ્રાઇટ સૅન્ડલ, વાઇલ્ડ ડિઝાઇન, સ્ટ્રાઇપ, બો, ફૂમતાં, બકલ જેવી પૅટર્ન વ્યક્તિ ખૂબ જ બોલ્ડ અને સેક્સી છે એવું કહે છે. જ્યારે ફ્લોરલ પમ્પ શૂઝ સ્વીટ અને ફેમિનાઇન લુક આપે છે. આજ સુધી જો ફક્ત કપડાં પર જ ધ્યાન આપ્યું હોય તો હવે આ શૂઝને પણ કન્સિડર કરવા જેવા છે, કારણ કે પર્સનાલિટી દેખાડવામાં એ ખૂબ મોટો ભાગ ભજવે છે.

About the Author

Leave a comment

XHTML: You can use these html tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>