Published On: Sat, Mar 2nd, 2013

ચારને મોતની સજા પહેલાં ટીવી પર લાઇવ દ્રશ્યો

Share This
Tags

પોતાનાં ટોર્ચર અને ક્રૂરતા માટે જાણીતાં ચીને શુક્રવારે ફરી એક વખત એવું કૃત્ય કર્યું છે કે જેના માટે આખી દુનિયા તેના પર માછલા ધોઇ રહી છે. આ ઘટના માટે દુનિયામાં ચીન પર ફિટકાર વરસી રહ્યો છે.
શુક્રવારે ચીને એક સાથે ચાર લોકોને મોતની સજા આપી. ના, આ જ ચીનની ક્રૂરતા નથી. પરંતુ મોતની સજા આપતાં પહેલાં ચીને દેશને ડરાવવા માટે ચારેયનાં લાઇવ દ્રશ્યો બતાવ્યા હતાં. કેવી રીતે તેમને બાંધીને મારવા માટે લઇ જવાય છે તે ચીનની સરકારી ચેનલે બતાવ્યું હતું. આ દ્રશ્યો જોઇને ચીનમાં હોબાળો મચી ગયો હતો. ગુનેગારોને જોઇને લોકોમાં કામ વગરનો ડર ફેલાઇ ગયો હતો. ચીન કોઇ પ્રકારનાં સામાન્ય વિરોધ માટે સજા આપી દે છે. માટે લોકો ફફડી ગયા હતાં. ચીનનાં આ કૃત્ય માટે સમગ્ર ચીનમાં કેટલાય લોકોએ સરકારને સંવેદનહીન ગણીને આ કૃત્યને વખોડી કાઢ્યું હતું.

About the Author

Leave a comment

XHTML: You can use these html tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>