Published On: Sun, Mar 3rd, 2013

ગાંધીનગર તાલુકામાં ત્રણ વર્ષના બાળકને સ્વાઇનફ્લૂ

Share This
Tags

રાજ્યભરમાં ઋતુ પરિવર્તનની સાથે સ્વાઇનફ્લ્યૂના કેસમાં વધારો થઇ રહ્યો છે. તેની સાથે ગાંધીનગર જિલ્લામાં પણ આંતરે દિવસે  સ્વાઇનફ્લ્યૂના કેસ નોંધાઇ રહ્યાં છે. મોટાભાગના દર્દીઓન્ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યાં છે. જેના કારણે સિવિલમાં સ્વાઇનફ્લ્યૂની સારવાર આપવા ખાસ તકેદારીના પગલા ભરવામાં આવ્યાં છે. બીજી તરફ સ્વાઇનફ્લ્યૂના દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે.  ગાંધીનગર તાલુકાના એક ગામના ત્રણ વર્ષના બાળકને સ્વાઇનફ્લ્યૂની અસરો જણાઇ આવી હતી. તેનો રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યો છે. તેનાં પગલે જિલ્લા આરોગ્ય તંત્ર હરક્તમાં આવી ગયું છે.આ અંગે જાણવા મળે છે કે ગાંધીનગર નજીકમાં આવેલા ગામમાં  એક બાળકને છેલ્લા એક અઠવાડિયાથી તાવ અને શરદીની બિમારી લાગી હતી. સામાન્ય સારવાર કરાવવા છતાં તેની નાદુરસ્ત તબિયતમાં કોઇ સુધારો થયો ન હતો. જેથી તેનાં પરિવારજનો બાળકને અમદાવાદ ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. જ્યાં તબીબને સ્વાઇનફ્લ્યૂની શંકા જણાઇ હતી. જેથી તેની સારવાર ચાલુ કરી રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. બાળકનો સ્વાઇનફ્લ્યૂનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તે અંગે અમદાવાદના તબીબે ગાંધીનગર જિલ્લા આરોગ્ય ખાતાને જાણ કરી હતી. તેના પગલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તે ગામની અંદર તકેદારીના સઘન પગલા ભરવામાં આવ્યાં હતાં.છેલ્લા ૧૫ દિવસથી ગાંધીનગર શહેર અને જિલ્લાનાં દવાખાના અને નાની મોટી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. તો બીજી તરફ ગાંધીનગર તાલુકાના એક ગામના ત્રણ વર્ષના બાળકને સ્વાઇનફ્લ્યૂ પોઝિટીવ હોવાનો રિપોર્ટ આવતાં આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયું છે.

About the Author

Leave a comment

XHTML: You can use these html tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>